Shradhanjali Quotes in Gujarati | 100+ શ્રદ્ધાંજલિ સંદેશ

Collection of 100+ Shradhanjali Quotes in Gujarati, RIP Message in Gujarati, Bhavpurna shradhanjali in Gujarati, Shradhanjali Quotes in Gujarati, શ્રદ્ધાંજલિ સંદેશ and many more quotes in Guajarati language Read and also share with your friends and family on Instagram, Facebook, and WhatsApp.

Shradhanjali Quotes in Gujarati

તમે અમારાથી દૂર ગયા છો પણ તમે હંમેશા અમારા હૃદયમાં હમેશા જીવિત રહેશો,
આપનો આપેલો પ્રેમ ખૂબ મહાન હતો.
ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે

તમારા માતા/પિતા એ મારા પણ માતા/પિતા સમાન હતા.
તેમની ઘણી બાળપણની અમૂલ્ય યાદો છે હજુ સુધી મારી સાથે છે.
હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે

તમારા ખોટના સમાચારથી મને ખૂબ દુખ થયું છે.
હું પ્રાર્થના કરું છું કે,ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે
અને
તમારા પરિવાર ને આપની આ અણધારી વિદાય ને સહન કરવાની શક્તિ આપે.
🙏ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏

Bhavpurna shradhanjali in Gujarati

જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,
એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે તમારી યાદ.
ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.
🙏પરમાત્મા આપના પવિત્ર આત્માને શાંતિ આપે🙏

આપની આ અણધારી વિદાય એ મારા માટે એ વ્યક્તિગત ખોટ છે જે કદાચ ક્યારેય નહીં પૂરી કરી શકાય.
ભગવાન આપની આત્મા અર્પે

જિંદગી આટલી ટૂંકી હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી ઓચિંતી હશે એ ક્યાં ખબર હતી,
સ્વભાવની સુવાસ ફેલાવી સર્વત્ર
સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે

નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે,
હું આપના પરિવાર અને આપના દિવંગત માતા/ પિતા માટે પ્રાર્થના કરું છું.

Condolence Message in Gujarati

જીવન માં એક વાર આપના ભાઈ ને મળવાનો મોકો મળ્યો હતો,
તે ખરેખર જિંદા દિલ વ્યક્તિ અને બીજા નાં જીવન માં સુવાસ ફેલાવે તેવા વ્યક્તિ હતા.
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે

આ દુ:ખદ ઘટના સાંભળીને હું ‌ સ્તબ્ધ થઈ ગયો,તમારી પ્રિય માતાનો
સ્વર્ગવાસ થયો એ ખૂબ દુઃખની વાત છે.તમને અને
તમારા પરિવાર પ્રત્યેની મારી સંવેદના!

ભગવાન ખરેખર સારા માણસોને પોતાની સાથે રાખવા માગે છે.
ભગવાન આપની માતાની દિવ્ય આત્માને મોક્ષ આપે અને તમને ધૈર્ય આપે.

આપણે જાણીએ છીએ કે માતા થી મોટું કોઈ નથી પરંતુ આ જગત પ્રકૃતિના નિયમોને આધિન છે.
આ દુ:ખની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ…
ॐ શાંતિ

RIP Message in Gujarati

શ્રદ્ધાંજલિ સંદેશ

પિતા એ જીવનનો આધાર અને અસ્તિત્વ હોય છે. તેમની વિદાય એ સૌથી
વધુ એકલતા અને અસહાયતા આપે છે. આ દુખ ની ઘડી મા અમે આપની
સાથે છીએ. પ્રભુ તેમની દિવ્ય અને પવિત્ર આત્માણે શાંતિ આપે.

તમારા પિતા સાથે આપને ઘણો અમુલ્ય સમય સાથે વિતાવ્યો છે જે
આજે પણ જીવન ની એક સુંદર યાદો રૂપે દિલ મા સંગ્રહિત છે.
ભગવાન તેમની આત્માણે શાંતિ આપે.

પિતાજી….
તમારું જીવન અમારી પ્રેરણા હતું.
તમારા આદર્શો અમારા માર્ગદર્શક હતા.
અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ, ભાવનાશીલતાને ક્યારેય નહીં ભૂલીએ.
ભગવાન તમારા શુદ્ધ અને પવિત્ર આત્માને શાંતિ આપે.

તમે અમને ભગવાનની ઉત્તમ ભેટ હતા, અમે તમને ક્યારેય નહીં ભૂલીએ,
ભગવાન તમારા આત્માને શાંતિ આપે,
શ્રદ્ધાંજલિ

Shradhanjali in Gujarati for Father

તમારો પ્રેમ અમને આગામી જન્મમાં પણ મળે તેવી પ્રભુને પ્રાર્થના
ૐ શાંતિ

હું જે અનુભવી રહ્યો છું, તે શબ્દોનું વર્ણન થઈ શકતું નથી,
મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવારની સાથે છે.
ઇશ્વર તમારા પવિત્ર આત્માને શાંતિ અર્પે

યાદ આવે છે એ પ્રેમ જે તેમની દરેક
ફટકાર પાછળ છૂપાયેલો રહેતો હતો,
યાદ આવે છે એ દરેક ક્ષણ જે
તેમની સાથે વિતાવી હતી.
પ્રભુ તમને મોક્ષ પ્રદાન કરે.

ઘા તો સમયની સાથે રૂઝાઈ જશે,
પરંતુ તમે પરત ફરીને કેવી રીતે આવશો.
તમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

Shradhanjali in Gujarati for Mother

હવે પરત નહીં ફરે
ઘર ખુલ્લું છોડીને જનારા.

અભી ભી હોતા હૈ આભાસ,
આપ હૈ આસપાસ
શાંતિ મિલે આપકી આત્મા કો
યહી હમારી પરમેશ્વર સે દરખાસ્ત

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ,
શરણ મળે સાચું તમારૂ એ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત,
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, અંજલિ આપતા હેયુ તૂટે છે.
શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે.
કલ્પી ન શકાય તેવી અણધારી તમારી વિદાય અમારા સૌનાં કાળજા કંપાવી ગઈ,
દિલ હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
આપનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રભુને અમારી પ્રાર્થના.

Shradhanjali in Gujarati

RIP Message in Gujarati

અચાનક લીધી વિદાયે મન હજુ માનતું નથી કે આપ અમારી વચ્ચે નથી,
ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કદી વિસરાતા નથી …
પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના…🙏
ૐ શાંતિ

નથી હયાત તમે પણ સાથે હોય એવું લાગ્યા કરે છે.
હર પલ હાજરીનો આભાસ લાગ્યા કરે છે.
ક્યારેક કહેવાયેલ વાતોના ભણકારા વાગ્યા કરે છે.
યાદોમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

મારી ખુબ ઈચ્છા હતી કે હું તમારા માતા/પિતાને મળી શક્યો હોત.
મે તમારી વાતો પરથી જાણ્યું કે તે તમારા માટે કેટલા ખાસ હતા
ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે

મૃત્યુ સત્ય છે અને શરીર એ નશ્વર છે,
એ જાણતા હોવા છતાં પણ આપણા પ્રિયંજનના જવાનું દુઃખ થાય એ સ્વાભાવિક છે.
આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ
પ્રભુ સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે.

Shradhanjali Quotes in Gujarati

🙏ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે🙏

શબ્દો વર્ણન કરી શકવું અશક્ય છે કે તમારી ખોટ પર હું કેટલો દિલગીર છું.
પરમેશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.

હૈ ઈશ્વર તારા ખજાનાં માં એવી તે કેવી ખોટ પડી કે તે અમારો ખજાનો લૂંટી લીધો,
હૈ ઈશ્વર મારા પરમ મિત્રની દિવ્ય આત્મા ને શાંતિ આપજે

તમારી યાદ માં હું આંસુ રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏ભગવાન આપની દિવ્ય આત્માને શાંતિ આપે🙏

Shradhanjali Quotes in Gujarati

Shradhanjali words in Gujarati
જીવન માં બે વાતો કહેવી ખુબજ અઘરી છે,
પ્રથમ વખત હેલ્લો
અને
અંતિમ વખત અલવિદા
ૐ શાંતિ

તમારી મધુર સ્મૃતિઓ, તમારી નિર્મળ નિખાલસતા,
હદયમાં ઝંકૃત થઇ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે.
પ્રભુ તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના …

જન્મ તેનું મૃત્યુ, ઉદય તેનો અસ્ત,
એ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કે જેના ઘાવ રૂઝાતા નથી.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના …

અચ્છે લોગ દિલો મૈ
કુછ ઇસ તરહ ઉત્તર જાતે હૈ
કી મરને કે બાદ ભી
યાદ આતે હૈ

Shradhanjali Quotes in Gujarati (3)

Bhavpurna shradhanjali in Gujarati

બાત કડવી મગર સચ હૈ
મ્રીત્યું હી જીવન કા સત્ય હૈ

એ હસતા ચહેરાએ ન કોઈનું દિલ દુખાવ્યું
મનની સરળતાથી સૌને પ્રેમ ચૂકાવ્યું.
ઉડી ગયા અચાનક પ્રાણ, ફરી જન્મ લો એ જ પ્રાર્થના

તમે ખૂબ પ્રેમાળ હતા. આપની સાથે વિતાવેલી દરેક ક્ષણ મને આજ પણ યાદ છે.
ૐ શાંતિ

આપનીની સાથે વિતાવેલી હરેક પળને હું હંમેશા યાદ રાખીશ
ૐ શાંતિ

Shradhanjali Quotes in Gujarati

ભગવાન તેમના દિવ્ય આત્માને આશીર્વાદ આપે,ભાવનાત્મક શ્રદ્ધાંજલિ
ॐ શાંતિ

વાત કડવી પણ સાચી છે, મૃત્યુ એ જીવનનું સત્ય છે…
ॐ શાંતિ

રા લોકોની એ ખાસિયત હોય છે કે તે એ રીતે હૃદયમાં
ઊતરી જાય છે,કે મૃત્યુ પછી પણ તેઓ અમર થઈ જાય છે.
ૐ શાંતિ

સમય જીંદગીનો ઓછો હશે… કયાં ખબર હતી,
વિદાચ તમારી અણધારી હશે એ… કયાં ખબર હતી,
કોઈ સૂચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા,
ભગવાન દિવ્ય આત્માને આશીર્વાદ આપે, એ જ ભાવનાત્મક શ્રધ્ધાંજલિ.
ૐ શાંતિ.

Shradhanjali Quotes in Gujarati

નથી હયાત પરંતુ સાથે જ છો તેવું હંમેશા લાગ્યા કરે છે, હર ક્ષણે તમારી ઉપસ્થિતિનો આભાસ થયા કરે છે.
ક્યારેક કહેવાયેલા તમારા સત્સંગના ભણકારા સંભળાયા જ કરે છે અને યાદોમાં તમારા દર્શન થયા જ કરે છે.
પ્રભુ તમારા દિવંગત આત્માને શાંતિ અર્પે એજં પ્રાર્થના… 🙏

એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…

સાથ ભલે છોડ્યો તમે અમે તમને ભુલવાના નથી, તમારી ખોટ કદીયે પુરાશે નહી,
તમારો હસમુખો ચહેરો, પ્રેમાળ સ્વભાવ, ઉદાર પરોપકારી વૃત્તિ કૌટુંબીક ભાવના હર હંમેશા યાદ રહેશે.
પ્રભુ તમાસ દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…

એવી નજર ક્યાંથી લાવવી કે તમને યાદ કરીએ ને દર્શન થઇ જાય.
હજુ જરૂર હતી તમારી અમને ત્યાં કુદરત લઇ ગણો તાણી.
હે કુદરત એ અમાનત અમારી છે, રાખજે તું એમને સંભાળી,
તારા માટે એ આત્મા હશે પણ એ જ જીંદગી અમારી હતી.
સદ્દગુરુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Shradhanjali Quotes in Gujarati

Condolence Message in Gujarati

આપની પ્રેરણાના દિપ બુઝાશે નહીં, વાત્સલ્યની વર્ષા કદી ખુટશે નહીં,
રહેશો સદા અમ સ્મરણમાં તમો, સ્નેહના બંધન કદી તુટશે નહીં.
પરમાત્મા આપના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અંતરથી પ્રાર્થના …

મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે હવે અમારા વચ્ચે નથી રહ્યા.
🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી,
તમારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
🙏 પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના 🙏

કોઈ વ્યક્તિ અવસાન પામે છે તે, ક્યારેય સાચા અર્થમાં પૃથ્વી છોડતો નથી.
કારણ કે તે આપણા હૃદયમાં અને મનમાં હજી પણ જીવંત હોય છે અને હમેશા
તે આપણા દ્વારા જીવે છે.કૃપા કરીને મારી સંવેદના સ્વીકારો, તે ક્યારેય ભુલાશે નહીં.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે

સમય ની સાથે જખ્મ તો ભરાય જાય છે પરંતુ જે જિંદગીના સફર માં ખોવાય ગયા, તે ક્યારેય પાછા નહિ આવે.
ૐ શાંતિ

અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે

રડી 😢 પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા
આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના…

મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,
એટલે જ તો મરણ કરતાં સસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે.
તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

એ નિખાલસતા. એ આત્મીયતા… એ હસ્તો ચહેરો…
આજે અમારી નજરોથી દુર થયેલ છે.
થઈ વસમી છે વિરહની આ ધડી, ભુલી શકીશું બધુજ પણ તમને ભુલવા બહુ કઠીન છે.
તમે જે અમારા સમાજ માટે સેવા આપી એ કદી ભુલશ નહીં.
પ્રભુ આપના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

હું આપ અને આપના પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
આપની માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે. એજ પ્રભુ ને પ્રાર્થના
🙏 ઓમ શાંતિ 🙏

હું ___(નામ)___ ના વીશે સાંભળીને ખરેખર દિલગીર છુ. કૃપા કરીને અમારી સંવેદના સ્વીકારો
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે

હમણાં તમે જે અનુભવો છો તે હું સમજી શકતો નથી કે કલ્પના પણ કરી શકતો નથી,
પરંતુ અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે હંમેશાં તમારી સાથે રહીશું.
ભગવાન તેમની દિવ્ય આત્મા ને મોક્ષ પ્રદાન કરે

તેઓ હમેશાં વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા.
તેમને ક્યારેય ભૂલી નહીં શકાય.
🙏 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏

I hope you like our Shradhanjali Quotes in Gujarati, Shradhanjali in Gujarati blog. if you like please comment.

Read More:

Leave a Comment